Sunday, 1 January 2023

બરમદેવ

  


સૌજન્ય : લેખક - પ્રા. શ્રી અરવિંદભાઈ પટેલ




ધોડિયા જાતિના કુળ.

  ધોડિયા જાતિના કુળ

હાલ માં જે કુળો નું અસ્તિત્વ છે. તે નીચે મુંજબ છે.

કાપલી ગરાસીયા ટાલીયા ભોઇ પાલખી ભોઇ મોટા અટારા શાહ

કુંભારીયા ટીધુરીયા પાંચ મુળિયા માખણ કાજ શાહુ

કુંભાર ઠાકુરીયા પાંચબળિયા મહેતા શાવકુળિયા

કોલા ઠાકોરગરાસીયા પ્રધાન મહેતા ભોઇ શાહુત

કોંકણીયા ઠાકોર ધનપાતળીયા પાતળિયા મોટા ભોયા સાંકળ તોડ્યા

કેદારીયા ઠાકોર પરમાર મોટા રણમોલ્યા સિંદૂરીયા

કોક ગરાસીયા ડોયફોડા પ્રભુ મોટા નાગર સરનાયક વાંકડા

કાળા દેસાઇ ડાંગબડ્યા પંડ્યા મોટા નાયક સવક સાકૂળિયા

કચીલીયા ડેલકર પોડળિયા માંગી હુંગી ધાડીયા સાવક બ્રાહ્મણ

કોંકણીયા પાંચમૂળિયા ડોયફોડા મોટા પારસી મેહતા મહેતા ગરાસીયા સાવક

કુંભાર નાગલિયા ઢળકીયા બંદુક મોડ્યા મંઝારીયા સુર્યવંશી

કોંકણ ગરાસીયા ઢાલ તલવારગરાસીયા બ્રાહ્મણ કાચ મુળવાસી રજપુરીયા સુરજી ગરાસીયા

કુકડી ગરાસીયા તુલસી ગરાસીયા બ્રાહ્મણ કાચ ધરીયા રાજપૂત નાગર ગરાસીયા સાધુ

કુથિયા ગરાસીયા તાંબાલેખ ગરાસીયા બ્રાહ્મણ દેસાઇ ધારીયા રાજપૂત ગરાસીયા અટારા

કાચ ગરાસીયા થાળી ગરાસીયા બેસી ગરાસીયા રણમોલિયા અંજારીયા

કણબી દેવલ ધારીયા બોકડી કાચ ગરાસીયા રાઠોડ અટળયા ગરાસીયા

કોંકણીયા નાના દાભડ્યા બ્રાહ્મણ કાચ ગરાસીયા રાવત ઉગતા સૂર્ય

કોદર્યા દળવી બ્રાહ્મણ ગરાસીયા રણમોલિયા બ્રાહ્મણ ઉગતા સૂર્ય મોટા ગરાસીયા

ખરપેડીયા દેસાઇ બ્રહ્મણીયા રાજપુત ઉગતા સૂર્ય ગરાસીયા

ખારવા દાંદૂળીયા બ્રાહ્મણ રાવલ ઉચાં ધાડીયા

ગોરા દેસાઇ ધડક્યા બગલાણીયા રૂપાભારડા ઉચાં નાયકા

ગરાસીયા ધાડીયા ગરાસીયા બાવિસા લિમ ગરાસીયા

ગાયકવાડ ધનુધર્મી નાના નાયકા બહાદુર ગરાસીયા લસણિયા

ગરવી ધનભાટડા બ્રાહ્મણીયા જોષી લસણપુર્યા

ગવરી ધનરૂપા બહાદુર ભોયા વાઘમાર્યા

ગિમતા ધનપાતળિયા બેઢીયા વાવડી ગરાસીયા

ગામતા ગોમતા ધનુપતિ ભુરુલ્યા વાટાવડો

ગરાસીયા કાપડી ધગડિયા ભાટડા વૈરાગી

ગરાસીયા કોક ધનધર્મી ભાલ ગરાસીયા વણઝારીયા

ગાયકવાડીગરાસીયા નીવડ્યા ભેંસ ગરાસીયા વાંહફોડીયા પાનેરીયા

ચીભડચહ ધારીયા નેવેરીયા દેસાઇ ભોઇ વડવી ગરાસીયા

ચૌહાણ નાના દેસાઇ ભટ્ટ વેરાગી ગરાસીયા

ચૌધરી નાગળા ગરાસીયા ભોયા વાઢા

ચીકાગરાસીયા નાગર ગરાસીયા ભટ્ટ ગરાસીયા વાણીયા

ચવલીગરાસીયા નાગલીયા કુંભાર ભાટડા રૂપા વાઘીયા

ચટની ચોબડયા નાના કોકણીયા મારવાડા વાંસી ગોત્ર

ચહરા આહિર નિતાતળીયા મોટા ભાટડા વાંસફોડા પાલખી

ચૌધરીગરાસીયા નાના ભોઇ મોઝીયા મેહતા વાંસફોડા પાલખી ભોઇ

ચલમી ગરસિયા નાના નેવેરીયા મોટા વણજરીયા વહિયા

ચોબડીયા નાગરબ્રાહ્મણ મોટા બ્રાહ્મણીયા વાંકડાં

ચોખ ભોઇ નાના રજપૂત મોટા ધારીયા વાંસીકૂચી ધારીયા

છાહઢોળીયા નાયક મોટા દેસાઇ વાંસફોડા ધારીયા ગરાસીયા

છાહઢોળીયા મોટા બગલાણીયા નાના વણજારીયા મોટા ઠાકુરીયા વાઢેલ ગરાસીયા

જોષી મહેતા નાયકસર મોટા ડોયફોડા વાડવા

જોષી નાંગુડિયા મૂળ ગરાસીયા શાહી બ્રાહ્મણ

જોષીયા નાગર માદન ગરાસીયા શુધ્ધ

જ્યોતિષ બ્રાહ્મણ પાંચલવ્યા મોટા બહાદુર ગરાસીયા શાહી

ટોળી પારઇ મોડ્યા મોટા ગરાસીયા શાન

ટોળી વણજારીયા પટેલ મોટા ભોઇ શિકારી

પાલખી શિકાર ભોઇ પાનહોરીયા મોટા રજપુત શિકારી ભોઇ

ધોડીયા ઓ વિશે……

ધોડીયા સમાજ

સામાજિક બંધારણ

ધોડિયા જ્ઞાતિ માં અન્ય સમાજ કરતા અનોખી રીતે કૂળ વ્યવ્સ્થા જોવા મળે છે.સમગ્ર જ્ઞાતિ માં એક એકમ તરીકે કૂળ સંઘઠન કામ કરે છે.કેહવાય છે કે ધોડિયા પ્રજાતિનાં લોકો ધુલિયા તરફ થી દક્ષિણ ગુજરાત નાં વિસ્તારમાં જિવન નિર્વાહ અર્થે હિજરત કરી આવ્યા ત્યારે એમનાં કાફલા માં 56 સાથીદરો ના પરીવાર હતા એટલે 56 સાથીદારો નાં અલગ અલગ પરીવાર નાં 56 કુળો અસ્તિવ્ત માં હતા

સમયાંતરે અલગ અલગ વ્યવ્સાય અને અન્ય સમાજ નાં અલગ અલગ પ્રકારનાં લોકો સાથેનાં સંપર્કો-વ્યવહાર નાં કારણે અલગ અલગ લોકો સમુહ અલગ અલગ નામે ઓળખાયો,અને તે ઉપર થી તેમનાં કુળ નુ પણ નામ અસ્તિવત્વમાં આવ્યુ.વ્યવ્સ્થા નાં ભાગ રૂપે કૂળો વિભાજન પામતા ગયા.અને જુદા જદા નામ ધારણ કરતા ગયા તેથી કુળ ની સંખ્યા માં વધારો નોધાતો ગયો.આજે 56 નાં બદલે 240 જેટલા કુળ ધોડિયા જ્ઞાતિનાં લોકો માં અસ્તિત્વ ધરાવે છે.ઉપરાંત પોતપોતાનાં કૂળ નું એક અનોખુ સક્રિય સંઘઠન ધરાવે છે.

ધોડિયા જ્ઞાતિ માં કુળ એક ન્યાયપંચ તરીકે પણ કામગીરી બજાવે છે. કુળ નાં સભ્યોમાં ઉભા થતા નાનામોટા વિવાદો નો ઉકેલ પણ કુળ નાં આગેવાનો અને સભ્યો સાથે મળી ને લાવે છે. દરેક કુળ માં એક મુખી હોય છે.જેને ધોડીયા “પટેલ” તરીકે ઓળખે છે. કુળનાં કોઇ સભ્ય નું અવસાન થાયું હોય ત્યારે ઉત્તરક્રિયા તરીકે કરવામાં આવતી દહાડા-પાણી ની વિધિ વખતે કુળનાં અન્ય સભ્ય ઘરોમાં એક એક વ્યક્તિએ હાજર રેહવું અપેક્ષિત હોય છે. જે કુળમાં જેટલા પરિવારો ના જુદા ચુલા હોય એ દરેકની ગણતરી અલગ અલગ સભ્ય ઘર તરીકે કરવામાં એટલે કે મરણોત્તર ક્રિયા સમયે જેટલા ચુલા એટલી હાજરી કુળના સભ્યો ની આવશ્યક ગણાય છે.જો કોઇ સભ્ય દહાદા-પાણીના સમયે હાજર રેહવામાં વારંવાર અસમર્થતા દાખવે તો તેઓ ને સામાન્ય દંડ કે હળવી સજા પણ થાય છે. ધોડિયા આદિવાસીઓમાં માન્યતા પ્રવર્તે છે કે કુળ નાં વ્યક્તિઓ દ્રારા મરણોત્તર ક્રિયા થાય તો જ મ્રુતાઆત્મા ને શાંતિ પ્રાપ્ત થાય છે.

કુળ સંગઠન ની ખરેખરી વાસ્તવિક્તા મ્રુત્યુ બાદ ની વિધિ ‘ઉજવણાં’ ટાણે ઉભરી આવે છે. એક બે કે ત્રણ વર્ષ ઉજવતા ઉજવણા દરમ્યાન દરેક કુળના લોકો પોત પોપોતાની વ્યવસ્થા અનુંસાર નક્કિ કરેલ દિવસે ભેગા મળી પરજણ ઉજવે છે. ત્યારે કુળ નાં વ્યવહાર-ઓળખાણ અંગે કુલ વ્યવ્સ્થા મહત્વ નું કામ કરે છે.

ધોડિયા આદિવાસી ઓ એક જ કુળ એક બીજા ને “સગા” કહે છે.જ્યારે અન્ય સંબંધીઓને “પોતીકા” કહે છે.ઉપરાંત એકજ કુળ માં લગ્ન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ છે. લગ્ન વ્યવહાર ગોઠવતા પહેલા જ સામ સામે નાં પક્ષ નાં કુળ અંગે જાણકારી મેળવી લેવામાં આવે છે. આ પાછળ નજીક ની લોહી ની સગાઇ ધરાવનાર વચ્ચે લગ્ન થાય તો આગલી પેઢીમાં શારીરીક વિક્રુતિ આવી શકે છે.તે દુર કરવા માટે વૈજ્ઞાનિક અભિગમ રહેલો હોવાનું જણાય છે.

ધોડિયાસંસ્કૃતિ એટલે આપણી ઓળખ


ઈતિહાસ 

​ધોડિયાનો પ્રાચીન ઈતિહાસ

ગુજરાત રાજયની આદિવાસી જાતિઓમાં ધોડિયા જાતિ પોતાનું એક આગવું સ્થાન પોતિકી ધોડીઆ ભાષા તેમજ રિત-રિવાજો સાથે ધરાવે છે. ધોડીઆ જાતિના લોકો ખાસ કરીને ગુજરાતમાં તાપી નદીથી દક્ષિણે તેમજ મહારાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલ મુંબઈ સુધીના પ્રદેશમાં વસવાટ કરે છે. ધોડીઆ જ્ઞાતિ અંગે જુદી જુદી દંતકથાઓ છે.

દંતકથા અનુસાર ધોળકા-ધંધુકા તરફથી આક્રમણખોરોથી બચવા દક્ષિણ ગુજરાતમાં આવીને વસી ગયેલા લોકો ધોળકા -ધંધુકા ઉપરથી અપભ્રંશ થતાં ધોડીઆ તરીકે ઓળખાયા.

જયારે અન્ય એક દંતકથા પ્રમાણે યાદવાસ્થળી પછી બચી ગયેલા યાદવોએ ઢોર ઢાંખર લઈને સ્થળાંતરીત થઈ દક્ષિણ ગુજરાતની તાન અને માન નદીઓ વચ્ચેના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. તેઓ ઢોર ઢાંખરના વ્યવસયી હોવાથી ઢોર ઉપરથી અપભ્રંશ થતાં ઢોરીયા અને પાછળથી ધોડીઆ તરીકે ઓળખાયા.

પરંતુ જેને ભાષા, રિત-રિવાજો તેમજ પહેરવેશનું સમર્થન મળે છે એવી વધુ પ્રચલીત દંતકથા મુજબ મહારાષ્ટ્રના ધુળિયા તરફથી ધના અને રૂપા નામના બે આગેવાનો સાથે છપ્પન પરિવારોએ ગુજરાત અર્થે હીજરત કરી દક્ષિણ ગુજરાતના હરીયાળા પ્રદેશમાં વસવાટ કર્યો. ધુળીયા તરફથી આવેલ હોવાથી ધોડીઆ તરીકે ઓળખાયા. આ છપ્પન પરિવારો પ્રમાણે છપ્પન કુળ અસ્તિત્વામાં હતા, આ છપ્પન કુળ ઉપરાંત સમયાંતરે જેમનું જેવું કામ -વ્યવસાય કે જે તે અન્ય સમાજ સાથેનો નાતો તે પ્રમાણે જુદા જુદા કુળ અસ્તિત્વમાં આવ્યા હોવાનું મનાય છે. જે કુળ આજે છપ્પનથી વધીને સવા બસ્સોથી વધુ છે, જેવા કે કુંભારીયા, કચલીયા, કણબી, ખારવા, દેસાઈ, ગરાસીયા, નિતાતળીયા, વણજારીઆ, દળવી, છાહઢોળીયા, જોષી, મહેતા, બ્રાહ્મણ, ભટ્ટ, નાના રજપૂત, પ્રધાન, પાંચબડીયા, બંદુકમોડયા, વાણીયા, હાથીબળીયા, વાંસફોડા, વાડવા, કોલા, ઉંચાધાડીઆ, વૈરાગી, બાહુર ગરાસીઆ, ચટની ચોપડિયા વગેરે.

કુળ સામાજીક બંધારણના એક એકમ તરીકે પણ કામ કરે છે. ધોડીઆ જ્ઞાતિની કુટુંબપ્રથાની મોટેભાગે સંયુકત હોય છે. કુંટુંબનું સંચાલન કુંટુંબના વડીલના હાથમાં હોય. કુંટુંબના વ્યવહાર પછી જે તે ફળીયામાં જેટલાં ઘરો હોય એનું એક સામાજીક સંગઠન હોય છે. ઉપસ્થિત થતા પ્રશ્નોમાં આ એકમો ન્યાયપંચ તરીકે પણ કામ કરે છે, ફળિયાના બંધારણનો ભંગ થાય તો તેનો ઉકેલ ફળિયાના સંગઠનમાં અને કુળના નિયમોનું ઉલ્લંઘન થયું હોય ત્યારે કુળના નિમયમોનું ઉલ્લંઘન થયું હોય ત્યારે કુળના આગેવાનો અને સભ્યો ભેગા મળી વ્યવહારીક ન્યાય તોળે છે. કુળના એકબીજાને ‘સગા‘ કહે છે અન્ય સંબંધીઓને ‘પોતિકા‘ કહે છે. એક જ કુળના વર-કન્યાના લગ્ન ઉપર પાબંદી છે. ‘ઘરડાં વિના ગાડાં ન ચાલે‘ની ઉકિતને અનુસરતાં ધોડીઆ જ્ઞાતીમાં વડીલોને સૌ અનુસરે છે, અને વડીલોના કાર્યભારમાં અનુભવની છાંટ હોય છે. ધોડીઆ સમાજમાં કુટુંબ વ્યવસ્થા ભલે પુરૂષપ્રધાન હોય પણ દીકરા-દીકરીનો ભેદ જોવા મળતો નથી., પારણે દીકરો જ ઝુલવો જોઈએ એવી મહેચ્છા રાખવામાં આવતી નથી.

કુળ

ક્રમાંક કુળ ક્રમાંક

૧ અટારા 

૨ અટારા મોટા 

૩ અંજારિયા

૪ ઉગતા સૂર્ય 

૫ ઉગતા સૂર્ય મોટા ગરસીયા

૬ ઉગતા સૂર્ય ગરાસીયા 

૭ કલમી મહેતા 

૮ કચલિયા 

૯ કેદારીયા 

૧૦ કોંકણીયા 

૧૧ કોંકણીયા નાના 

૧૨ કોંકણીયા પાંચમૂળિયા 

૧૩ કોલા 

૧૪ કુંભારીયા 

૧૫ કુંભાર નાગલિયા 

૧૬ ગરાસીયા બ્રાહ્મણ 

૧૭ ગરાસીયા બ્રાહ્મણ કાચ 

૧૮ ગરાસીયા બ્રાહ્મણ બોડકી 

૧૯ ગરાસીયા બરસી

૨૦ ગરાસીયા ભેંસ

૨૧ ગરાસીયા ભાલ 

૨૨ ગરાસીયા મોટા 

૨૩ ગરાસીયા મોટા બહાદુર 

૨૪ ગરાસીયા વેરાગી 

૨૫ ગરાસીયા માદન 

૨૬ ગરાસીયા મૂળ 

૨૭ ગરાસીયા રજપૂત નાગર 

૨૮ ગરાસીયા રજપૂત 

૨૯ ગરાસીયા લીંમ 

૩૦ ગરાસીયા વેલ 

૩૧ ગરાસીયા વાઢ 

૩૨ ગરાસીયા શુદ્ધ 

૩૩ ગરાસીયા શાહી 

૩૪ ગરાસીયા ગરવી 

૩૫ ગરાસીયા સાધુ 

૩૬ ચોધરી 

૩૭ છાહ ઢોડિયા 

૩૮ જોષી જોષીયા 

૩૯ જોષી મહેતા 

૪૦ ટીધુરિયા 

૪૧ ઠાકુરીયા 

૪૨ ઠાકુરીયા મોટા

૪૩ ઠાકોર 

૪૪ ઢળકિયા 

૪૫ ડેલકર 

૪૬ ડાંડુળિયા-દાંદુળિયા 

૪૭ ડોયફોડા 

૪૮ ડોયફોડા મોટા 

૪૯ ડાંગ બડિયા 

૫૦ દળવી 

૫૧ દાભડીયા 

૫૨ દેસાઈ 

૫૩ દેસાઈ મોટા 

૫૪ દેસાઈ નાના 

૫૫ દેસાઈ નેવરીયા 

૫૬ દેસાઈ કાળા 

૫૭ દેસાઈ ગોરા 

૫૮ દેસાઈ બ્રહ્મણીયા 

૫૯ દેસાઈ નાના નેવરીયા

૬૦ પાંચબળિયા 

૬૧ પારય મોડીઆ 

૬૨ પ્રધાન 

૬૩ બગલાણીઆ

૬૪ બગલાણીઆ-મોટા 

૬૫ બાવીસા 

૬૬ બારમાય-બેઢીયા 

૬૭ બ્રાહ્મણીઆ 

૬૮ બ્રાહ્મણીઆ જોષી 

૬૯ બ્રાહ્મણીઆ શાવક 

૭૦ બ્રાહ્મણીઆ મોટા 

૭૧ બ્રાહ્મણીઆ શાહી 

૭૨ બ્રાહ્મણીઆ કાચ 

૭૩ ભટ્ટ 

૭૪ ભુરુલીઆ 

૭૫ ભોઈ-ભોય 

૭૬ ભોયા 

૭૭ ભોયા મોટા 

૭૮ ભોઈ પાલખી 

૭૯ ભોઈ મહેતા 

૮૦ ભોઈ શિકારી 

૮૧ ભોઈ મોટા 

૮૨ ભોઈ નાના 

૮૩ ભોઈ ચોખા 

૮૪ વેરાગી 

૮૫ વાડવા 

૮૬ વણજારિઆ

૮૭ વણજારિઆ મોટા 

૮૮ વણજારિઆ ટોળી 

૮૯ વેલ બેડીઆ 

૯૦ વાઢા 

૯૧ હરકણીયા 

૯૨ હાથી 

૯૩ હતાકડા 

૯૪ વાંસી ગોત્ર 

૯૫ કાપલી ગરાસીયા 

૯૬ કુંભાર 

૯૭ કોક ગરાસીયા 

૯૮ કુથિયા ગરાસીયા 

૯૯ કણબી 

૧૦૦ કોદર્યા 

૧૦૧ ચીભડ 

૧૦૨ ખારવી 

૧૦૩ ચાહ ધારીયા 

૧૦૪ ખારવા 

૧૦૫ ચીકા ગરાસીયા 

૧૦૬ ચવલી ગરાસીયા

૧૦૭ ચહારા આહીર

૧૦૮ ચોખા ભાઈ 

૧૦૯ ઢાલ તલવાર ગરાસીયા 

૧૧૦ તાબાલેખ ગરાસીયા 

૧૧૧ દાંદુળીયા 

૧૧૨ ધનુધર્મી નાના નાયકા 

૧૧૩ નીવડયા 

૧૧૪ નાના રજપુત 

૧૧૫ નાંગુડિયા 

૧૧૬ પાંચલવ્યા 

૧૧૭ વાડાવડો 

૧૧૮ વેરાગી ગરાસીયા 

૧૧૯ વાઢેલ ભોયા

૧૨૦ વનગોપી વાંસફોડીયા 

૧૨૧ વાંસીફોડા પાલખી ભોઈ 

૧૨૨ વાઢેલ ગરાસીયા 

૧૨૩ શુધ્ધ 

૧૨૪ શાન 

૧૨૫ શિકારી

૧૨૬ સાંકળ તોડીયા 

ધના-રૂપા થાનકનો ઇતિહાસ

 ધના-રૂપા થાનકનો ઇતિહાસ


જાણકારી મુજબ ચિતાલી ગામે ઘોડિયા સમાજના પૂર્વજો મનાતા ધના અને રૂપાનું મુખ્ય સ્થાન આવેલ છે. ધોડીયા સમુદાયના લોકો ‘ધના’ અને ‘રૂપા’ નામના વ્યક્તિઓને પોતાના પૂર્વજ માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધનાખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાક પડાય છે. આ ધના-રૂપા થાનકે પેઢીઓથી ધોડિયા સમાજના પરિવારો દ્વારા મૃતક સ્વજનોના ખતરાં બેસાડવાની પરંપરા હતી. પહેલા અહી મોટી સંખ્યમાં લોકો આવી મૃત સ્વજનનું ખતરું સ્થાપિત કરતા હતા. પરંતુ સમયાંતરે અહી લોકો આવતા ઓછા થયા. આ ધના-રૂપાના સ્થાનકના વિકાસનું કામ હાથ ધરાતા આજે ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા.

ચિતાલી ગામમાં ધના રૂપાનાં સ્થાનક પાસે પૌરાણિક ચલણી સિક્કા મળી આવ્યાં.

 




નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી પણ ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. ધના-રૂપા ડેવલપમેન્ટ કમિટી દ્વારા થાનકનો વિકાસ કરવા માટે વર્ષો જુના પીપળાના વૃક્ષ તળે ખોદકામ કરવામાં આવ્યું હતુ આ ખોદકામ દરમિયાન સેંકડોની સંખ્યામાં કાળક્રમે દટાયેલાં પથ્થરના ખતરાં મળી આવ્યા હતા. વર્ષો જૂના અને આટલી મોટી માત્રામાં સિક્કા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહી વધુ ખોદકામ કરતા વર્ષો અગાઉના ખતરાં સાથોસાથ અહીં ચઢાવાયેલ જુના ચલણી સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ સિક્કાઓ 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.