નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી પણ ખોદકામ દરમિયાન પૌરાણિક ખતરા તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા હતા. ધના-રૂપા ડેવલપમેન્ટ કમિટી દ્વારા થાનકનો વિકાસ કરવા માટે વર્ષો જુના પીપળાના વૃક્ષ તળે ખોદકામ કરવામાં આવ્યું હતુ આ ખોદકામ દરમિયાન સેંકડોની સંખ્યામાં કાળક્રમે દટાયેલાં પથ્થરના ખતરાં મળી આવ્યા હતા. વર્ષો જૂના અને આટલી મોટી માત્રામાં સિક્કા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અહી વધુ ખોદકામ કરતા વર્ષો અગાઉના ખતરાં સાથોસાથ અહીં ચઢાવાયેલ જુના ચલણી સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ સિક્કાઓ 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
No comments:
Post a Comment